નાગરિકતા સંશોધન કાયદાને ભારતના મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી: ઈમામ બુખારી
નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને દિલ્હી (Delhi) સહિત દેશના મોટા શહેરોમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનો પર જામા મસ્જિદ (Jama masjid) ના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ મોટું નિવેદન આપ્યું છે. ઈમામ બુખારીએ કહ્યું કે' નાગરિકતા સંશોધન બિલને આ દેશમાં રહેતા મુસલમાનો સાથે કોઈ લેવા દેવા નથી.' ઈમામ બુખારીએ પ્રદર્શન કરી રહેલા લોકોને સલાહ પણ આપી કે પ્રદર્શન નિયંત્રણમાં રહીને કરવા જોઈએ.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને દિલ્હી (Delhi) સહિત દેશના મોટા શહેરોમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનો પર જામા મસ્જિદ (Jama masjid) ના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ મોટું નિવેદન આપ્યું છે. ઈમામ બુખારીએ કહ્યું કે' નાગરિકતા સંશોધન બિલને આ દેશમાં રહેતા મુસલમાનો સાથે કોઈ લેવા દેવા નથી.' ઈમામ બુખારીએ પ્રદર્શન કરી રહેલા લોકોને સલાહ પણ આપી કે પ્રદર્શન નિયંત્રણમાં રહીને કરવા જોઈએ.
સૈયદ અહેમદ બુખારી (syed ahmed bukhari) એ મંગળવારે મીડિયા દ્વારા લોકોને આહ્વાન કર્યું કે 'વિરોધ પ્રદર્શન (Protest) કરવું એ ભારત (India) ના દરેક નાગરિકનો અધિકાર છે. કોઈ પણ આપણને તે કરતા રોકી શકે નહીં. પરંતુ બધુ નિયંત્રણમાં રહીને થવું જોઈએ. કોઈ પણ પ્રદર્શનની સૌથી મહત્વની વાત એ છે કે આપણે આપણી ભાવનાઓને નિયંત્રણમાં રાખવી જોઈએ. આપણે મર્યાદા ઓળંગવી જોઈએ નહીં.'
Shahi Imam of Delhi's Jama Masjid, Syed Ahmed Bukhari: Under Citizenship Amendment Act (CAA), the Muslim refugees who come to India from Pakistan, Afghanistan, & Bangladesh will not get Indian citizenship. It has nothing to do with the Muslims living in India. (17.12.19) https://t.co/zlOIlQXocg
— ANI (@ANI) December 18, 2019
ઈમામ બુખારીએ વધુમાં કહ્યું કે 'નાગરિકતા સંશોધન કાયદા(CAA) અને રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર (NRC) વચ્ચે અંતર છે. CAA જે એક કાયદો છે અને બીજું NRC એ માત્ર જાહેરાત થઈ છે કોઈ કાયદો નથી.'
આ VIDEO પણ ખાસ જુઓ...
જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા(CAA) હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવનારા મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળશે નહીં. જેને ભારતમાં રહેતા મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે